ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા પગમાં ઇજાના કારણે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો. તેના સ્થાને ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી છે. પંડ્યા 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, બીસીસીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેની ઈજામાં સુધારો થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા માટે આ બેવડો ફટકો છે કારણ કે પંડ્યાના બહાર થયા પછી ટીમમાં માત્ર 5 બોલરો જ છે. પંડ્યાના બહાર થયા પછી અન્ય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ તક મળી નથી. બેટ્સમેન તરીકે સૂર્યકુમાર યાદવ અને ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 7 મેચ રમી છે અને તમામમાં વિજેતા થઇને સેમિફાઇનલમાં પહોંચી ગયું હતું.

વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તેને તરત જ મેદાન છોડવું પડ્યું. આ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાએ 4 મેચ રમી હતી. તેણે આ મેચોમાં 5 વિકેટ લીધી હતી. તેનો બેટિંગ કરવાનો વારો માત્ર એક જ વાર આવ્યો હતો. ભારતીય ટીમ રવિવારે વર્લ્ડ કપની 8મી મેચમાં સાઉથ આફ્રિકા સામે રમશે. ભારત સિવાય શ્રીલંકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત ઘણી ટીમોમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓ છે. આથી ઘણી ટીમોએ માગ કરી છે કે, ટૂર્નામેન્ટ દરમિયાન 15થી વધુ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવે. આઈસીસીના વર્તમાન નિયમો મુજબ ટીમમાં વધુમાં વધુ 15 ખેલાડીઓ જ રાખી શકાય છે. હાર્દિક પંડ્યા અત્યાર સુધી 86 વન-ડે મેચ રમી ચુક્યો છે. 34ની એવરેજથી 1769 રન બનાવ્યા છે. તેણે 11 અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઇક રેટ 110 છે. ફાસ્ટ બોલર તરીકે તેણે 84 વિકેટ પણ લીધી છે. 24 રનમાં 4 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન છે.
જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા અત્યાર સુધી 17 વન-ડે રમી ચુક્યો છે. 26ની એવરેજથી 29 વિકેટ લીધી છે. 12 રનમાં 4 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન છે. ઈકોનોમી 5.60ની છે.

LEAVE A REPLY