ભારતની અગ્રણી આઇટી કંપની ઈન્ફોસિસના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર સલિલ પારેખ યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમના બોર્ડમાં ડાયરેક્ટર તરીકે જોડાયા છે.
USISPF પ્રમુખ અને સીઈઓ મુકેશ આઘી જણાવ્યું હતું કે USISPF બોર્ડમાં સલિલ પારેખનો સમાવેશ અમેરિકામાં ભારતીય IT કંપનીઓની સફળતાની કહાની દર્શાવી છે. ઇન્ફોસિસ ભારતમાં ઘર-ઘરમાં જાણીતું નામ છે અને અમેરિકામાં ભારતની નિકાસમાં ભારતના આઇટી ઉદ્યોગનો મોટો ફાળો છે.
યુએસઆઈએસપીએફના ચેરમેન જોન ચેમ્બર્સે જણાવ્યું હતું કે યુએસઆઈએસપીએફ બોર્ડમાં સલિલ પારેખ અને ઈન્ફોસિસની ભાગીદારી ડિજિટલ ટ્રેડ મારફત બંને દેશોના અર્થતંત્રો માટે નિર્ણાયક યોગદાન આપશે. આઈટી ઉદ્યોગમાં શ્રેષ્ઠ ટ્રેક રેકોર્ડ ધરાવતા સલિલ પારેખ યુએસઆઈએસપીએફ બોર્ડમાં જોડાવાથી હું ખુશ છું. અમેરિકનમાં 2023માં ભારતની 200 બિલિયન ડોલરની નિકાસમાં ઇન્સોસિસે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.