બોલિવૂડ ફિલ્મોના ચાહકો ઋત્વિક રોશનની આગામી ફિલ્મ ‘ફાઈટર’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં અનિલ કપૂર અને દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકામાં છે. ‘ફાઇટર’ની રિલીઝ પહેલા મંગળવારે ઋત્વિક, દીપિકા અને અનિલ કપૂર મીડિયા સાથે વાત કરવા આવ્યા હતા.
બોલીવૂડમાં પોતાનું અલગ સ્થાન બનાવનાર પીઢ અભિનેતા અનિલ કપૂર આ ઉંમરે પણ ફિલ્મો ખૂબ જ સક્રિય છે. તાજેતરમાં તેની ફાઇટલ ફિલ્મ રીલીઝ થઇ હતી. તેમાં ઋત્વિક રોશન પણ છે. એક કાર્યક્રમમાં ઋત્વિકે તેનાથી સીનિયર અનિલ કપૂરની ખૂબ જ પ્રશંસા કરી હતી. આ સાંભળીને તેઓ ભાવુક થઈ ગયા હતા. રિતિકે કહ્યું હતું કે, ‘હું અનિલ કપૂરને ફિલ્મના સેટ પર જોઈને મોટો થયો છું. હું તેની પાસેથી ઘણું શીખ્યો છું. ફાઈટર ફિલ્મમાં તેનો એક સીન હતો. તેમણે તે દૃશ્ય શાનદાર રીતે ભજવ્યું હતું. સેટ પર તેમની એક્ટિંગ જોઈને હું પ્રભાવિત થઇ ગયો હતો. સીન પૂરો થયા પછી મેં તેમને કહ્યું કે તમે સીન ખૂબ સારી રીતે કર્યો હતો. આ સાંભળીને અનિલજીની આંખોમાં આંસુ આવી ગયા હતા. આજે પણ તેઓ ફિલ્મના કોઈ પણ સીનમાં પોતાને સમર્પિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેનો અભિનય જોઈને મને ફરી એકવાર તેમનો આસિસ્ટન્ટ બનવાનું મન થયું હતું.’
મીડિયા સાથેની ચર્ચા દરમિયાન એક તરફ રિતિક અનિલ કપૂરના વખાણ પર વખાણ કરી રહ્યો હતો. તો બીજી તરફ અનિલ કપૂર ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાંથી આંસુ નીકળી ગયા હતા. અનિલ કપૂર વિશે વાત કરતી વખતે ઋત્વિકે વધુમાં જણાવ્યું હતું કે, આજ સુધી તેણે આટલા મહાન અભિનેતા સાથે કામ કર્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઋત્વિક રોશન અને અનિલ કપૂરે ‘થેન્ક યુ ફાઈટર’ અભિયાન દ્વારા ભારતભરમાંથી પત્રો એકત્રિત કર્યા અને તે આપણા દેશના અસલી હીરો-સૈનિકોને આપ્યા હતા. રિતિક અને અનિલે દેશની રક્ષા કરવા બદલ એરફોર્સના અધિકારીઓનો આભાર માન્યો હતો. ‘થેન્ક યુ ફાઈટર’ પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ અંતર્ગત ફાઈટર્સના નિર્માતાઓ અને કલાકારોને દેશભરમાંથી 2 લાખ 50 હજાર હસ્તલિખિત અને 15 લાખ ઓનલાઈન પત્રો મળ્યા હતા. ઇન્ડિયન એરફોર્સની મદદથી ફાઈટર જેટ અને હેલિકોપ્ટરની મદદથી કેટલાક સ્થળોએ ‘ફાઈટર’ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.