Getty Images)

વિશ્વમાં કોરોનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 1 કરોડ 84 લાખ 42 હજાર 3,824 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 1 કરોડ 16 લાખ 72 હજાર 315 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 6 લાખ 97 હજાર 175 લોકોના મોત થયા છે. આ આંકડાઓ www.worldometers.info/coronavirusના મુજબના છે. બ્રાઝીલમાં કોરોનાથી લગભગ 95,000 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો આજે તેમના કેબિનેટની સાથે મહત્વની બેઠક કરવા જઈ રહ્યાં છે. એમ કહેવાઈ રહ્યું છે કે તેમાં કેટલાક સખ્ત ઉપાયોની જાહેરાત થાય તેવી શકયતા છે.

બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 561 લોકોના મોત થયા છે. કુલ મોતની સંખ્યા વધીને 94 હજાર 665 થઈ છે. સોમવારે 16 હજાર 641 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2 લાખ 75 હજાર 318 થઈ છે. બ્રાઝીલ લેટીન અમેરિકન દેશોમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા પછી બ્રાઝીલમાં કોરોનાના સૌથી વધુ કેસ આવ્યા છે. બ્રાઝીલમાં સાઓ પાઉલો સૌથી વધુ પ્રભાવિત છે. અહીં 5 લાખ 60 હજારથી વધુ સંક્રમિતો મળ્યા છે.

ઈઝરાયલમાં છેલ્લા 24 કલાકમાં 1,615 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 74 હજાર 430 થઈ છે. હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ, આ દરમિયાન બીજા 10 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હવે કુલ મોતની સંખ્યા 546 થઈ છે. આ દરમિયાન 1,894 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. સોમવારે વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ દેશમાં કોરોનાના વધતા કેસ પર ચર્ચા કરવા માટે કેબિનેટ મીટિંગ કરી હતી.

ઈઝરાયલમાં સોમવારે ફરી એક હજારથી વધુ સંક્રમિત મળ્યા. દેશના મોટાભાગના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યાં છે. બોલિવિયાના ઉર્જા મંત્રી અલ્વારો રોડ્રિગો ગુજમન સંક્રમિત છે. તેમણે પોતે આ અંગે માહિતી આપી છે. ગુજમને કહ્યું- છેલ્લા ચાર મહિનાથી કોરોનાની વિરુદ્ધ જંગ લડ્યા પછી મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ક્વોરેન્ટાઈનમાં રહીને કામ કરવાનું ચાલું રાખીશ.

ઉર્જા મંત્રીની તબિયત હાલ સારી છે. જોકે તેમના ડોક્ટરે કહ્યું છે કે ગુજમનની સ્થિતિ પર નજર રખાઈ રહી છે કારણ કે થોડા મહિના પહેલા જ તેમની એક સર્જરી થઈ હતી.પોલેન્ડની દુકાનોમાં નિયમોનું પાલન કરનારાઓની તપાસ કરવામાં આવશે. સ્વાસ્થ મંત્રી લુકાસ સુમોવસ્કે કહ્યું કે અધિકારીઓ દુકાનોમાં જઈને એ જોશે કે લોકો તેમનું મો અને નાક ઢાંકી રહ્યાં છે કે નહિ. ઘણાં યુરોપિયન દેશોની જેમ પોલેન્ડમાં પણ થોડા મહિનાઓથી પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી હતી. હવે અહીં બીજી વખત સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 47 હજાર 469 છે અને 1732ના મોત થયા છે.