ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના જાણીતા નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને તથા રાજકોટ મ્યુનિસિપલના ભૂતપૂર્વ કોર્પોરેરેટ વશરામ સાગઠીયા આમ આદમી પાર્ટી (આપ)માં જોડાયા છે. આ સાથે રાજકોટ કોંગ્રેસના મહિલા નેતા કોમલબેન ભારાઈ પણ આપમાં જોડાયા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસનો સાથ છોડવા મુદ્દે પાર્ટીમાં થતી અવગણના અંગે નારાજગી વ્યક્ત કરી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ નેતાઓએ અગાઉ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી અને પાર્ટીની કામગીરીથી પ્રેરાઈને આપમાં જોડાયા છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આપની પ્રશંસા કરતા જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ સત્તાધારી પક્ષ ભાજપ સામે વિકલ્પ બનવાની ક્ષમતા ગુમાવી બેઠી છે. આપની અને અરવિંદ કેજરીવાલ નિયતમાં કોઈ ખોટ નથી. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના છે. શિક્ષણ, આરોગ્ય પ્રત્યેની આપની નીતિ અંગે વાત કરીને તેમણે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ આપમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું છે.
ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં સતત પડતા ભંગાણ પાર્ટી માટે ચિંતાનો વિષય બની ગયો છે. અહેમદ પટેલના પુત્રની નારાજગી હોય કે પછી ધારાસભ્યો પક્ષ સાથેનો છેડો ફાડી રહ્યા, યુવા નેતા હાર્દિક પટેલની નારાજગી વગેરે મુદ્દા કોંગ્રેસ માટે ચૂંટણી પહેલા મોટો ફટકો સાબિત થઈ શકે છે.