ભારત – ઓસ્ટ્રેલિયા શ્રેણીની ત્રીજી ટેસ્ટ ઈન્દોરમાં ત્રીજા જ દિવસે પુરી થયા પછી આઇસીસી મેચ રેફરી ક્રિસ બ્રોડે ઈન્દોરની પીચને ‘પૂઅર‘ (કંગાળ) – ટેસ્ટ મેચ માટે સાવ ખરાબ પીચ ગણાવી હતી. મેચ રેફરીના રેટિંગના આધારે આઇસીસીએ હોલકર સ્ટેડિયમની પીચને ત્રણ ડીમેરિટ પોઈન્ટ્સ આપ્યા હતા.
ક્રિસ બ્રોડે તેના રીપોર્ટમાં જણાવ્યું કે, પીચ એકદમ સૂકી હતી અને તેના પર બેટ અને બોલ વચ્ચે સમતોલ મુકાબલો થઈ શક્યો નહોતો. શરૂઆતથી જ પીચ સ્પિનરોને મદદરૂપ રહી હતી.
આઇસીસીએ ઈન્દોરને ૩ ડીમેરિટ પોઈન્ટ આપ્યા છે. હવે પાંચ વર્ષમાં ઈન્દોરને વધુ બે ડિમેરિટ પોઈન્ટ મળે તો એ પછી તે મેદાન પર એક વર્ષ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાડી શકાય નહીં.