ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદાખના ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણનો મામલો વણસી ગયો છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી કહ્યું કે ચીનના 40થી વધુ સૈનિક માર્યા ગયા છે. તેમાં યૂનિટના કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ છે. આ અધિકારી એ ચીની યૂનિટના હતા, જેણે ભારતીય જવાનોની સાથે હિંસક ઝડપ કરી.
જોકે, ચીન તરફથી હજુ સુધી તેની પર કોઈ અધિકૃત નિવેદન નથી આપવામાં આવ્યું. બીજી તરફ, 15-16 જૂન દરમિયાનની રાતે ગલવાન ઘાટીમાં થયેલા હિંસક સંઘર્ષમાં ભારતના કમાન્ડિંગ અધિકારી સહિત 20 જવાન શહીદ થયા હતા. 4 જવાનોની હાલત નાજુક છે.લદાખમાં 14 હજાર ફુટની ઊંચાઈએ આવેલી ગલવાન ઘાટીમાં LAC પર આ સંઘર્ષ 3 કલાક સુધી ચાલ્યો. પથ્થરો, લાઠીઓ અને ધારદાર ચીજોથી હુમલો કરવામાં આવ્યો.
આ જ ગલવાનમાં 1962ના યુદ્ધમાં 33 ભારતીય જવાન શહીદ થયા હતા.આવા હિંસક ઘર્ષણ આધુનિક સેનાઓના હાલના ઈતિહાસમાં ખૂબ ઓછા થયા છે. ચીની સેનાના આ હિંસક હુમલામાં અત્યાર સુધી 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ અધિકારી કર્નલ સંતોષ બાબુ પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે અનેક ઘાયલ સૈનિકોના મોત શૂન્યથી ઓછા તાપમાનમાં સતત રહેવાના કારણે થયા છે.