Indigo passenger reached Jaipur instead of Patna
(ANI Photo)

ભારતની એરલાઇન ઇન્ડિગોની એક ફ્લાઇટ એક મુસાફરને પટણાની જગ્યાએ જયપુર લઈ ગઈ હતી. આ મુસાફરે પટણા માટે ફ્લાઇટ પકડવાની હતી, પરંતુ આ જ એરલાઇનની બીજી ફ્લાઇટમાં બેસી ગયો હતો, તેથી તે પટણાની જગ્યાએ આશરે 1400 કિમી દૂર ઉદયપુર પહોંચી ગયો હતો. એવિયેશન નિયમનકારી સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ તપાસનો આદેશ આપ્યો હતો. આ ઘટના સોમવાર, 30 જાન્યુઆરીની છે અને મુસાફરને બીજા દિવસે પોતાના મૂળ સ્થળે મોકલવામાં આવ્યો હતો.

DGCAના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અફસર હુસૈન નામના આ મુસાફરે ઇન્ડિગોની ફ્લાઇટ 6E-214 મારફત પટણા માટેની ટિકિટ બુક કરાવી હતી અને નિર્ધારિત ફ્લાઇટમાં જવા માટે 30 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો હતો. પરંતુ તે ભૂલથી ઈન્ડિગોની ઉદયપુર જતી ફ્લાઈટ 6E-319માં ચડી ગયો હતો. ઉદયપુર એરપોર્ટ પર ઉતર્યા બાદ જ પેસેન્જરને ભૂલનો અહેસાસ થયો હતો. જે બાદ તેને ઉદયપુર એરપોર્ટના અધિકારીઓને જાણ કરી હતી. એરપોર્ટ અધિકારીઓ એરલાઈનને આ અંગે એલર્ટ કરી હતી. એરલાઇન આ મુસાફરને તે દિવસે દિલ્હી પરત લાવી હોવાનું માનવામાં આવે છે. આ પછી 31 જાન્યુઆરીએ પટણા લઈ જવામાં આવ્યો હતો.

રેગ્યુલરે જણાવ્યું હતું કે અમે આ મામલાનો રીપોર્ટ માંગ્યો છે અને એરલાઇન સામે યોગ્ય પગલાં લેવાશે. DGCAએ તપાસ કરી રહી છે કે આ પેસેન્જરના બોર્ડિંગ પાસની યોગ્ય ચકાસણી કેમ થઈ ન હતી. સામાન્ય રીતે વિમાનમાં ચડતા પહેલા બે વખત બોર્ડિંગ પાસની ચકાસણી કરવાનો નિયમ છે. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે 6E319 દિલ્હી-ઉદયપુર ફ્લાઇટમાં પેસેન્જર સાથે બનેલી ઘટનાથી વાકેફ છીએ

LEAVE A REPLY