(ANI Photo)

ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુંબઈ એરપોર્ટ પર મુસાફરોને એરપોર્ટના ટર્મેક પર ભોજન પીરસવાના ઘટનાના સંદર્ભમાં ઈન્ડિગોને રૂ.1.20 કરોડનો દંડ ફટકાર્યો હતો. આ ઘટના માટે મુંબઈ એરપોર્ટ ઓપરેટર MIAL પર 60 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો.

ઓછી વિઝિબિલિટીના કારણે ગોવાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E2195 14 જાન્યુઆરીએ મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી, જે વિવાદનું કેન્દ્ર બની હતી.

યાત્રિકોને રનવે પર જ ખાવાનું આપવાનો વીડિયો વાયરલ થયા બાદ આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટ વિરુદ્ધ કડક પગલાં લીધા હતાં. મંત્રાલયે આ મામલે બંનેને કારણ દર્શક નોટિસ પણ આપી હતી. નિયમોના ઉલ્લંઘન માટે સરકારે એર ઈન્ડિયા અને સ્પાઈસજેટ પર પણ અલગથી 30-30 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો.

ધુમ્મસને પગલે પહેલા તો ફ્લાઈટ મોડી ઉપડી જે બાદ યાત્રિકો સાથે દુર્વ્યવહાર કરતા તેમણે રનવે પર જ બેસાડીને ભોજન આપવામાં આવ્યું. આ ઘટનાને લઈને ઈન્ડિગોએ માફી માગતા કહ્યું હતું કે યાત્રિકોની સાથે કોઈ જ પ્રકારનો ખોટો વ્યવહાર નથી કરાયો. યાત્રી ફ્લાઈટથી દૂર ન જવાની વાત પર અડગ હતા. જે બાદ તેમણે આ રીતે ભોજન આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY