women's cricket team won the ODI series
Action Images via Reuters/Andrew Boyers

ભારતની મહિલા ક્રિકેટ ટીમે બુધવારની રાત્રે ઈંગ્લેન્ડને બીજી વન-ડે મેચમાં હરાજીને ઈતિહાસ સર્જ્યો હતો. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમે યજમાન ઈંગ્લેન્ડને બીજી વનડે મેચમાં 88 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારતીય ટીમે વનડે સીરિઝ પણ પોતાના નામે કરી લીધી છે. અગાઉ 1999માં ભારત સીરિઝ જીત્યું હતું.

મેચમાં પહેલા બેટિંગ કરીને ભારતે નિર્ધારિત ઓવરમાં 5 વિકેટ પર 333 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લિશ ટીમ ભારતીય બોલર્સ સામે માત્ર 245 રન પર જ સમેટાઈ ગઈ હતી. ભારતની મીડિયમ પેસર રેણુકા સિંહે 57 રન આપીને ઇંગ્લેન્ડની 4 વિકેટ લીધી હતી.

કેપ્ટન હરમનપ્રીત કૌરે માત્ર 111 બોલમાં 143 રન ફટકાર્યા હતા અને 2017ના વર્લ્ડની યાદ તાજી કરી હતી. ભારતે પાંચ વિકેટે કુલ 333 રન ફટકાર્યા હતા. વનડે ક્રિકેટમાં ભારતનો આ બીજો સૌથી મોટો સ્કોર છે. 2017માં ભારતે આયરલેન્ડ સામે વનડેના ઈતિહાસમાં સૌથી વધુ 358 રનનો સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડમાં ભારતનો આ સૌથી મોટો વનડે સ્કોર છે.

આગામી 24 સપ્ટેમ્બરના રોજ લોર્ડ્સ ખાતે સીરિઝની ફાઈનલ મેચ રમાશે અને ભારતીય ટીમની નજર હવે ક્લીન સ્વીપ પર છે. આ સાથે જ હરમનપ્રીત કૌર 21મી સદીમાં ઈંગ્લેન્ડની ધરતી પર વન-ડે સીરિઝ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કેપ્ટન બની છે.

 

LEAVE A REPLY