ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓગસ્ટમાં 3 મેચોની વનડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ અને એ પહેલાનો જુન મહિનાનો શ્રીલંકાનો પ્રવાસ રદ કર્યાની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. શ્રીલંકા ક્રિકેટે ગુરૂવારે કહ્યું હતું કે ભારત સાથે જૂનમાં રમાવાની હતી તે વન-ડે અને ટી-20ની સીરીઝ કોરોના વાઈરસના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે.
બીસીસીઆઇએ એક નિવેદનમાં કહ્યું છે કે ‘કોરોનાવાઈરસના રોગચાળાના જોખમના સંદર્ભમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહી કરે. ભારતીય ટીમને 24 જૂનથી શ્રીલંકામાં 3 વનડે અને ત્રણ ટી-20 સીરીઝ રમવાની હતી. તો બીજી તરફ 22 ઓગસ્ટથી ઝિમ્બાબ્વેમાં તેને 3 વન-ડેની સીરીઝ રમવાની હતી. બીસીસીઆઇએ તે પહેલાં 17મેના રોજ એક નિવેદનમાં મેદાન ઉપર ટ્રેનિંગ સંપૂર્ણપણે સુરક્ષિત થાય એ પછી જ બોર્ડ ખેલાડીઓ માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરશે.
એસએલસીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘ભારતનો જૂન મહિનાનો શ્રીલંકાના પ્રવાસ કાર્યક્રમ અનુસાર થઇ શકશે નહીં. બીસીસીઆઇએ શ્રીલંકાને જણાવ્યું કે કોવિડ-19 રોગચાળાના કારણે હાલની સ્થિતિમાં ક્રિકેટ સીરીઝ સંભવ નથી.