પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર સાત ટકાની વૃદ્ધિ નોંધાવશે તો ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્રનો પ્રતિષ્ઠાભર્યો દરજ્જો ગુમાવી શકે છે. ખાડી દેશ સાઉદી અરેબિયાનું અર્થતંત્ર ચાલુ વર્ષે 7.6 ટકા વૃદ્ધિ નોંધાવે તેવો અંદાજ છે, જે ભારત કરતાં વધુ હશે. હકીકતમાં ભારતની જીડીપી વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.3 ટકા રહી હતી, જે સાઉદી અરેબિયાના 8.7 ટકા વૃદ્ધિ કરતાં ઘણી નીચી છે. જોકે ભારત માટે સારી બાબત એ છે વિશ્વના ઘણા દેશોના અર્થતંત્ર મંદીનો સામનો કરી રહી છે. આ સ્થિતિમાં પણ ભારત તંદુરસ્ત મોટાભાગના દેશો કરતાં વધુ સારો આર્થિક વિકાસ કરશે.

LEAVE A REPLY