India's per capita income doubled in eight years
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતની માથાદીઠ આવક 2022-23ના નાણાકીય વર્ષની ₹2 લાખ ($2500)થી વધીને 2046-47ના નાણાકીય વર્ષમાં ₹14.9 લાખ ($12,400) થવાની ધારણા છેએમ SBIના તાજેતરના રીસર્ચ રીપોર્ટમાં જણાવાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન દેશને સંબોધિત કરતા કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. 

એસબીઆઇ રિસર્ચના એક અહેવાલ પ્રમાણે ૨૦૪૬-૪૭ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરનારો ૨૫ ટકા વર્ગ નીચી આવક ધરાવતા જૂથમાંથી બહાર નીકળવાની ધારણા છે. આકારણી વર્ષ ૨૦૨૨-૨૩માં ફાઇલ કરાયેલા કુલ ટેક્સ રિટર્ન ૨૦૨૧-૨૨ના ૭.૩ કરોડથી વધીને ૭.૮ કરોડ થયા છે. અહેવાલની વિગત અનુસાર આકારણી વર્ષ ૨૦૨૩માં સૌથી વધુ રિટર્ન ફાઇલ કરનારા ટોપ-પ રાજ્યમાં મહારાષ્ટ્રઉત્તર પ્રદેશગુજરાતરાજસ્થાન અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. એસબીઆઇ રિસર્ચે જણાવ્યું છે કે“આકારણી વર્ષ ૨૦૨૩માં ૨૦૨૨ની તુલનામાં ૬૪ લાખ વધારે રિટર્ન ફાઇલ થયા છે. જેમાં સૌથી વધુ વધારો મહારાષ્ટ્રમાં નોંધાયો છે. ઉત્તર પ્રદેશપંજાબગુજરાત અને રાજસ્થાન ત્યાર પછીના ક્રમે રહ્યા છે.”  

એસબીઆઇ રિસર્ચ પ્રમાણે ઝીરો ટેક્સ રિટર્ન ફાઇલ કરતા લોકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. આ એવા લોકો છે જેમની કરપાત્ર આવક સરકારે નિર્ધારિત કરેલા સ્લેબથી ઓછી છે. કુલ રિટર્નમાં તેમનો હિસ્સો આકારણી વર્ષ ૨૦૨૩માં ઘટીને ૬૪ ટકા રહ્યો છે. જે ૨૦૧૨માં ૮૪.૧ ટકા હતો. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટેક્સ રિટર્નના ફાઇલિંગમાં વૃદ્ધિને પગલે નીતિ ઘડવૈયા અર્થતંત્રને વેગ આપવા આગામી તબક્કાના સુધારા અમલી બનાવે તેવો અંદાજ છે.  

LEAVE A REPLY