મિશેલ સ્ટાર્કની પાંચ વિકેટ તથા મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડની ધમાકેદાર બેટિંગથી ઓસ્ટ્રેલિયાએ વિશાખાપટ્ટનમના વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ત્રણ મેચની શ્રેણીની બીજી વનડેમાં ભારત સામે 10 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની વનડે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. હવે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે.
ટોચ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બોલિંગ લીધી હતી. સ્ટાર્કની પાંચ વિકેટ અને સીન એબોટની ત્રણ વિકેટ સાથે ઝંઝાવાતી બોલિંગ સામે ભારતની ટીમ માત્ર 117 રનમાં ઓલઆઉટ થઈ હતી. મિચેલ માર્શે 36 બોલમાં 66 રન બનાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડે 30 બોલમાં 51 રન બનાવ્યા હતા.
નાથન એલિસે પણ બે વિકેટ ઝડપી હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 31 રન બનાવ્યા જ્યારે અક્ષર પટેલ 29 રન બનાવી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી માર્શ અને હેડે પોતપોતાની અડધી સદી ફટકારી હતી અને અનુક્રમે 66 અને 51 રન બનાવી અણનમ રહ્યા આમ ઓસ્ટ્રેલિયાએ માત્ર 11 ઓવરમાં 10 વિકેટે જીત મેળવી હતી.
પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે વિજય પછી મે બીજી વનડેમાં ભારતની શર્મનાક હાર થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલી આ હાર ભારત માટે સૌથી મોટી હાર હતી. 2019માં ન્યૂઝીલેન્ડે હૈમિલ્ટન વનડેમાં 212 બોલમાં ભારતને હરાવ્યુ હતુ ત્યારે હવે ઓસ્ટ્રેલિયાની ટીમે 14.4 ઓવરમાં 93 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો.