India's foreign minister's strong stand against China-Pakistan

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ચીન અને પાકિસ્તાન સામે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે, આજનું ભારત અલગ અને નવું છે. જે શક્તિઓ દાયકાઓથી ભારતમાં આતંક ફેલાવવાનું કામ કરી રહી હતી, તેમને અનુભવ થઈ ગયો છે કે આ એક અલગ ભારત છે, જે તેમને વળતો જવાબ આપવાનું જાણે છે.

યુગાન્ડામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા જયશંકરે જણાવ્યું હતું કે દેશ કેવી રીતે ન્યુ ઈન્ડિયા બની રહ્યો છે. આ ભારત સ્ટેન્ડ લે છે અને પોતાનો બચાવ કરવા સક્ષમ છે, પછી તે ઉરી હોય કે બાલાકોટ. આજે જે શક્તિઓ ભારત વિરુદ્ધ દાયકાઓ સુધી સરહદ પારના આતંકવાદમાં સંડોવાયેલી હતી અને જેમને ભારતે સહન કરી હતી તેમને હવે ખબર પડી ગઈ છે કે આ એક અલગ ભારત છે અને આ ભારત તેમને જડબાતોડ જવાબ આપશે.

તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી સમજૂતીઓનું ઉલ્લંઘન કરીને ચીને મોટી સંખ્યામાં દળો ખડક્યા હતા. આ એક અલગ ભારત છે જે તેના હિતોના રક્ષણ માટે ઊભું રહેશે અને વિશ્વ તેને ઓળખશે. આજે તેમણે કહ્યું કે ભારતની નીતિઓ કોઈપણ બાહ્ય દબાણથી પ્રભાવિત નથી. તે એક વધુ સ્વતંત્ર ભારત છે. આજે ભારત એ દેશોના દબાણમાં નથી આવી શકતો કે જે તેને કહેશે કે ભારતે પેટ્રોલ ક્યાંથી ખરીદવું જોઈએ અને ક્યાંથી ખરીદવું જોઈએ નહીં.

LEAVE A REPLY