શાંઘાઈમાં 28 એપ્રિલે તીરંદાજી વર્લ્ડ કપ 2024 દરમિયાન તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા અને પ્રવિણ જાધવની ભારતીય પુરૂષ રિકર્વ ટીમે 14 વર્ષ પછી ઈતિહાસ રચીને કોરિયન રિકર્વ ટીમને હરાવી હતી. (ANI Photo)

વર્લ્ડ કપ તીરંદાજી સ્પર્ધાની શાંઘાઈમાં યોજાઈ ગયેલી સ્ટેજ વનમાં ભારતે શાનદાર દેખાવ સાથે રીકર્વમાં પુરુષોની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ધીરજ બોમ્માદેવારા, તરૂણદીપ રાય અને પ્રવિણ જાધવની ત્રિપુટીએ ઓલિમ્પિક ચેમ્પિયન કોરિયાના કિમ જો-ડેઓક, કિમ વૂ-જીન અને લી વૂ-સેઓકની ટીમને ૫-૧થી હરાવીને ટાઈટલ પ્રાપ્ત કર્યું હતુ.

ભારત માટે રીકર્વ ઈવેન્ટમાં દીપિકા કુમારીએ સિલ્વર હાંસલ કર્યો હતો. તેણે મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધામાં શાનદાર દેખાવ કર્યો હતો.

કમ્પાઉન્ડ મેન્સ વ્યક્તિગત ઈવેન્ટમાં ભારતના પ્રિયાંશને સિલ્વર મળ્યો હતો. જ્યોતિ સુરેખાવેનમે ત્રણ ગોલ્ડ મેડલ હાંસલ કરી અનોખો ઈતિહાસ રચ્યો હતો. અંકિતા ભક્ત ધીરજ બોમ્માદેવારાએ રીકર્વ તીરંદાજીમાં બ્રોન્ઝ હાંસલ કર્યો હતો. ભારત મેડલ ટેબલમાં ટોચ પર રહ્યું હતુ.

એક જ વર્લ્ડ કપમાં ત્રણ ગોલ્ડ જીતનારી જ્યોતિ બીજી ભારતીય તીરંદાજ બની છે. અગાઉ ૨૦૨૧માં ભારતની રીકર્વ તીરંદાજ દીપિકા કુમારીએ આવી જ સિદ્ધિ હાંસલ કરી હતી.

જ્યોતિએ કમ્પાઉન્ડ તીરંદાજીની મહિલા વિભાગની ફાઈનલમાં મેક્સિકોની બૅસૅને શૂટઆઉટમાં હરાવીને ગોલ્ડ જીત્યો હતો. અભિષેક વર્મા સાથે તેણે મિક્સ કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં અને અદિતી સ્વામી તેમજ પરનીત કૌર સાથે મહિલા ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા.

 

LEAVE A REPLY