India's first two-match win in Asia Cup women's cricket
જેમિમા રોડ્રિગ્સે. (ANI Photo)

બાંગ્લાદેશના સીલ્હટમાં રમાઈ રહેલી એશિયા કપ મહિલા ટી-20 ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શ્રીલંકા સામેનો તેનો પહેલો જંગ શનિવારે 41 રને જીતી લીધો હતો. 

ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતાં 6 વિકેટે 150 રન કર્યા હતા, જવાબમાં શ્રીલંકા 19મી ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો શાનદાર વિજય થયો હતો.  

જેમિમા રોડ્રિગ્સે શાનદાર બેટિંગ સાથે 76 રન કર્યા હતા, તો એ પછી બોલિંગમાં ડી. હેમલતાદીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરે ધમાકેદાર દેખાવ કર્યો હતો. હેમલતાએ ત્રણ તથા દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરને બે-બે વિકેટ ખેરવી હતી. 

એ પછી, સોમવારે મલેશિયા સામેની મેચમાં વરસાદના વિધ્નના પગલે ડકવર્થ એન્ડ લુઈસના નિયમ મુજબ 30 રને વિજય મેળવ્યો હતો. 

ભારતે એસ. મેઘનાના શાનદાર 69 અને શેફાલી વર્માના 46 રન સાથે ચાર વિકેટે 181 રન ખડકી દીધા હતા. એ પછી વરસાદના કારણે મેચ ટુંકાવીને 5.2 ઓવર્સની કરાઈ હતી અને મલેશિયાને માટે વિજયનો ટાર્ગેટ 47 રનનો મુકાયો હતો, પણ ટીમ બે વિકેટે ફક્ત 16 રન કરી શકી હતી અને આ રીતે ભારતનો વિજય થયો હતો. 

LEAVE A REPLY