ભારતે શનિવાર (12 નવેમ્બરે)એ જાહેર આરોગ્ય, રિન્યુએબલ એનર્જી અને સ્માર્ટ એગ્રીકલ્ચરના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે આસિયાન-ઈન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી ફંડમાં 50 મિલિયન ડોલરના વધારાના યોગદાનની જાહેરાત કરી હતી.
ASEAN-ભારત અને ઇસ્ટ એશિયા સમિટ માટે વાઇસ પ્રેસિડન્ટ જગદીપ ધનખડની કંબોડિયાની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે શનિવારે તેમણે આસિયાન-ઇન્ડિયા સમિટને સંબોધિત કરી હતી. વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) સૌરભ કુમારે જણાવ્યું હતું કે ભારત અને આસિયાન બંનેએ દરિયાઈ સુરક્ષા સહિત દરિયાઈ સહયોગને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આસિયન-ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી સહકારનો ઔપચારિક રીતે 1996માં શરૂ થયો હતો. તે સમયે આસિયન ઇન્ડિયા એસ એન્ડ ટી વર્કિંગ ગ્રૂપની રચના થઈ હતી.