India imposes restrictions on rice exports
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બાસમતી સિવાયનની ચોખાની જાતોની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયથી નોર્થ અમેરિકા, યુરોપ અને પશ્ચિમ એશિયામાં ચોખાની અછત ઊભી થવાની ચિંતાએ ખાસ કરીને તેલુગુ સમુદાયે ગભરાટભરી ખરીદી કરી હતી. તેનાથી ભારતીય કરિયાણાની દુકાનોની બહાર લાંબી કતારો લાગી હતી.

આગામી મહિનાઓમાં અછતના ડરથી NRIs ચોખાની ડઝનેક થેલીઓ ઘરે લઈ જતા જોવા મળ્યા હતા. કેટલાક સ્થળોએ, 9 કિલો ચોખાની થેલી 27 ડોલરમાં વેચાઈ હતી.

ટેક્સાસ, મિશિગન અને ન્યુ જર્સીમાં ભારતીય સ્ટોર્સ પર સર્પાકાર કતાર જોવા મળી હતી. આ શહેરમાં તેલુગુ સમયુદાયના લોકો મોટાપ્રમાણમાં રહે છે. માત્ર ચોખાની ખરીદી માટે ભારે ઘસારાને કારણે ભારતીય સ્ટોર્સે વેચાણ પર નિયંત્રણો મૂક્યા હતા. કેટલાંક સ્ટોર્સમાં સૂચના હતી કે ગ્રાહક દીઠ માત્ર  ચોખાની એક થેલી વેચવામાં આવશે.

અલાબામા અને ઇલિનોઇસમાં સ્થિતિ થોડી સારી હતી. ટેક્સાસના ડેન્ટન શહેરની સ્નિગ્ધા ગુડાવલ્લીએ જણાવ્યું હતું કે તેમને માત્ર સ્ટોરમાં પ્રવેશ કરવા માટે જ 30 મિનિટથી વધુ કતારમાં રાહ જોવી પડી હતી. અમે દાખલ થયા ત્યાં સુધીમાં સોના મહસૂરી ચોખાનો સ્ટોક ખાલી થઈ ગયો હતો અને અમે પોન્ની બોઇલ્ડ વેરાઇટી ખરીદી હતી.

ડેટ્રોઇટના કૃષ્ણ મોહન એસને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. તેમણે કહ્યું કે ગભરાટના બે મુખ્ય કારણો છે. પ્રથમ એ કે સોના મહસૂરી જેવા ઉત્તમ જાતના ચોખાની અછત ઊભી થવાની શક્યતા છે. બીજુ કારણ એ કે ભાવમાં તીવ્ર વધારો થઈ શકે છે. કોરોના મહામારી દરમિયાન ભાવ આસમાને જતા જોયા હતા. તેનાથી લોકો અગાઉથી ચોખાને ખરીદી કરવા ધસારો કરી રહ્યાં છે.

આયર્લેન્ડના ડબલિનમાં રેસ્ટોરન્ટ ચલાવતા જયંત રેડ્ડી મેટ્ટુએ જણાવ્યું કે યુકેમાં કે આયર્લેન્ડમાં કોઈ ધસારો નથી. જોકે તેલુગુ લોકોને આગામી કેટલાક મહિનામાં ભાવમાં સંભવિત વધારાથી ચિંતિત છે.

દુબઈના એસ રામકૃષ્ણ પ્રસાદે પણ અવલોકન કર્યું કે સોના મહસૂરીના પુરવઠાની હજુ સુધી કોઈ અછત નથી. જો કે, હવે મોટી ચિંતા એ છે કે ચોખાના ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે જે કોવિડ-19 પછી પહેલેથી જ ઊંચા સ્તરે છે.

LEAVE A REPLY