પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સંયુક્ત આરબ અમીરાતની નવી માર્ગદર્શિકા મુજબ ભારતીય પાસપોર્ટ પર સંપૂર્ણ નામ વગરના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. એર ઈન્ડિયા અને એઆઈ એક્સપ્રેસે સંયુક્ત પરિપત્રમાં સૂચના આપી છે કે સિંગલ નેમ સાથેના કોઈપણ પાસપોર્ટ ધારકને UAE ઈમિગ્રેશન દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. ભારતની અન્ય એરલાઇન ઇન્ડિગોએ પણ આવી એડવાઇઝરી જારી કરી છે.

આનો અર્થ એવો થાય છે કે સહવે જો તમારું સિંગલ નામ છે તો તમને યુએઇમાં પ્રવેશ નહી મળે. નવો નિયમ તાત્કાલિક ધોરણે અમલી બનાવવામાં આવ્યો છે. એર ઇન્ડિયા અને એઆઇ એક્સપ્રેસે નેમ એજ એપીયરિંગ ઓન પાસપોર્ટ ફોર ટ્રાવેલ ટુ યુએઇના નામે સરક્યુલર જારી કર્યા છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ એડવાન્સ ઇન્ફોર્મેશન સેન્ટર મુજબ યુએઇની નવી ગાઇડલાઇન તાત્કાલિક ધોરણે અમલી બનાવવામાં આવી છે. આ નવા નિયમ મુજબ કોઈપણ પાસપોર્ટ ધારકનું સિંગલ નામ નહીં સ્વીકારાય.

આ પ્રકારનું કોઈપણ નામ હોય તો તેને આઇએનએડી માનવામાં આવશે. આઇએનએડીનો અર્થ થાય છે ઇનએડમિસેબલ પેસેન્જર. આ શબ્દનો અર્થ થાય છે કે આ વિમાન પ્રવાસીને કોઈપણ દેશની યાત્રા કરવા ન દેવી. આ પ્રકારના પ્રવાસીઓને ત્યાં જ પરત મોકલાય છે જ્યાંથી તે આવ્યા હોય છે.આ નવો નિયમ વિઝિટર વિઝા પર આવતા, વિઝા ઓન એરાઇવલ પર આવતા કે રોજગાર માટે આવતા કે ટેમ્પરરી વિઝા ધરાવનારાઓને જ લાગુ પડશે. યુએઇના રહેવાસીઓ અને યુએઇ રેસિડેન્ટ કાર્ડ હોલ્ડરોને તે લાગુ નહી પડે.

LEAVE A REPLY