ભારતીયોએ ગત વર્ષના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન વિદેશ પ્રવાસ પાછળ અંદાજે 10 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. કોઈપણ નાણાકીય વર્ષમાં ભારતીયો દ્વારા વિદેશ પ્રવાસ માટે કરવામાં આવેલો આ સૌથી વધુ ખર્ચ છે. અગાઉના નાણાકીય વર્ષ 2019-20માં વિદેશ યાત્રા પર સૌથી વધુ ખર્ચ સાત બિલિયન ડોલર હતો. માત્ર ડિસેમ્બરમાં જ ભારતીયોએ પ્રવાસ પર 1.137 બિલિયન ડોલર ખર્ચ્યા હતા. આ સમયે, શિક્ષણ, ભેટ-સોગાદ અને રોકાણ પર ખર્ચવામાં આવતા વિદેશી હૂંડિયામણને ઉમેરવામાં આવે તો, વિદેશમાં મોકલવામાં આવેલ કુલ નાણા 19.354 બિલિયન ડોલર છે. જોકે, મુસાફરી પરનો ખર્ચ સતત વધી રહ્યો હોવાથી, ભારતીયો હવે વિદેશમાં રહેતા તેમના સંબંધીઓ પર ઓછો ખર્ચ કરી રહ્યા છે. કુલ વિદેશી ખર્ચમાં રેમિટન્સનો હિસ્સો નાણાકીય વર્ષ 2017-18માં 26 ટકાથી ઘટીને 2022-23માં 15 ટકા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017-18થી ઇક્વિટી શેરમાં રોકાણ કરવા માટે વિદેશમાં મોકલવામાં આવેલ રેમિટન્સ વાર્ષિક આશરે 10 બિલિયન ડોલર છે.

LEAVE A REPLY