Indians spend $1 billion per month traveling abroad
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા મુજબ  ભારતીયો આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર દર મહિને $બિલિયન જેટલો ખર્ચ કરે છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતીયોએ વિદેશ પ્રવાસ પર આશરે ૧૦ બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો.  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર આ અત્યાર સુધીનો સૌથી વધુ ખર્ચ છે.  

અગાઉના નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં વિદેશ યાત્રા પર સૌથી વધુ ખર્ચ ૭ બિલિયન ડોલર હતો. માત્ર ડિસેમ્બરમાં જ ભારતીયોએ પ્રવાસ પર ૧.૧૩૭ બિલિયન ડોલર ખર્ચ્યા હતા. આરબીઆઈના ડેટા દર્શાવે છે કે ભારતીયોએ માત્ર ડિસેમ્બર ૨૦૨૨માં જ પ્રવાસ પર ૧.૧૩૭ બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. જો શિક્ષણભેટો અને રોકાણ પર ખર્ચવામાં આવતા વિદેશી હૂંડિયામણને ઉમેરવામાં આવે તોવિદેશમાં મોકલવામાં આવેલ કુલ નાણા ૧૯.૩૫૪ બિલિયન ડોલર  છે.

જો કેમુસાફરી પરનો ખર્ચ સતત વધી રહ્યો હોવાથીભારતીયો હવે વિદેશમાં રહેતા તેમના સંબંધીઓ પર ઓછો ખર્ચ કરી રહ્યા છે. કુલ વિદેશી ખર્ચમાં રેમિટન્સનો હિસ્સો નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૬ ટકાથી ઘટીને ૨૦૨૨-૨૩માં ૧૫ ટકા થઈ ગયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ થી ઇક્વિટી શેરમાં રોકાણ કરવા માટે વિદેશમાં મોકલવામાં આવેલ રેમિટન્સ વાર્ષિક આશરે ૧૦ બિલિયન ડોલર છે. 

 

LEAVE A REPLY