બ્રિટને 2020માં ભારતીયોને સૌથી વધારે વર્કવીઝા (મહામારી પૂર્વે કરતાં બમણા) આપ્યા છે. વઘુ ને વધુ ભારતીયો કામ અને અભ્યાસ માટે બ્રિટન આવ્યાનું જણાવાયું હતું. બ્રિટિશ ગૃહમંત્રાલયે ગત વર્ષે 1.4 મિલિયન વીઝા આપ્યા હતા જે 2019ના વર્ષના પ્રમાણ કરતાં 7,14,300 વધારે હતા.
વર્કવીઝા ફાળવણીના પ્રમાણની વાત કરાય તો દર ત્રણ વર્કવીઝાએ એક ભારતીયોને અપાયા હતા. આ ઉપરાંત હોંગકોંગ અને યુક્રેઇનથી આવનારાનું પ્રમાણ પણ વધ્યું હતું.  ડિસેમ્બરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં ત્રીજા ભાગના બ્રિટિશ લોકોએ ત્રણ ટોચની ચિંતાના મુદ્દાઓમાં ઇમિગ્રેશનને એક ગણાવ્યો હતો. મહામારી દરમિયાન સેંકડો હજારો લોકો બેરોજગાર બનતા કે નોકરી છોડી જતાં દેશભરમાં ઉદભવેલી કર્મચારી – શ્રમિકોની અછતને પહોંચી વળવા વર્કવીઝાનો ઉપાય આગળ ધરાય છે.
યુકે સરકાર ઓછી આવડતવાળા કર્મીઓના બદલે વધારે આવડત અને ઉક્પાદકતાવાળા કર્મીઓ થકી અર્થતંત્રની મજબૂતી ઇચ્છે છે. ગૃહમંત્રાલયના આંકડા પ્રમાણે ગત વર્ષે યુક્રેઇનના 2,10,906 નિરાશ્રિતોને આશ્રય અપાયો જે અગાઉના વર્ષ કરતાં 62 ટકા વધારો દર્શાવે છે. 25,403 રશિયનોને વિઝિટર વીઝા અપાયા હતા, જે 15 ટકા વધારો દર્શાવે છે.

LEAVE A REPLY