પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં યુનિકોર્ન કંપનીઓની સ્થાપના કરવામાં ભારતીય મૂળના લોકો મોખરે રહ્યાં છે. અમેરિકામાં કુલ યુનિકોર્ન કંપનીઓમાંથી ૪૪% ટકા કંપનીઓની સ્થાપના એવા વ્યક્તિઓએ કરી છે કે જેઓ અમેરિકા બહાર જન્મ્યા છે, જ્યારે ૫૬ ટકા કંપનીઓ એવી છે કે જેના સ્થાપકોનો જન્મ અમેરિકામાં જ થયો હતો. રસપ્રદ બાબત એ છે કે 90 યુનિફોર્ન કંપનીઓની સ્થાપના ભારતીયોએ કરી છે, એમ વર્લ્ડ ઓફ સ્ટેટિક્સના ડેટામાં જણાવાયું હતું.

કોઇ ખાનગી સ્ટાર્ટ-અપ કંપની એક બિલિયન ડોલરનું વેલ્યુએશન હાંસલ કરે ત્યારે તેને યુનિકોર્ન કહેવામાં આવે છે. આ યાદીમાં બીજો નંબર ઈઝરાયેલનો છે. આ દેશમાં જન્મેલા ૬૨ લોકોએ અમેરિકામાં યુનિકોર્ન કંપની સ્થાપી છે. અમેરિકાનો પાડોશી દેશ કેનેડા ત્રીજા નંબર પર છે. કેનેડામાં જન્મેલા ૫૨ લોકોએ અમેરિકામાં યુનિકોર્ન કંપની બનાવી છે.

એ જ રીતે બ્રિટનમાં જન્મેલા ૩૧ લોકો અમેરિકા આવ્યા અને યુનિકોર્ન કંપની બનાવી. આ યાદીમાં ચીન પાંચમા નંબરે છે. ચીનમાં જન્મેલા ૨૭ લોકોએ અમેરિકામાં યુનિકોર્ન કંપનીઓ બનાવી છે. એ જ રીતે, યુએસ યુનિકોર્ન કંપનીઓના ૧૮ સ્થાપકો જર્મનીમાં, ૧૭ ફ્રાન્સમાં, ૧૪ રશિયામાં, ૧૨ તાઈવાનમાં અને ૧૨ યુક્રેનમાં જન્મ્યા હતા. યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની મહત્તમ સંખ્યાની વાત કરીએ તો અમેરિકા પ્રથમ નંબરે છે. ત્યાં કુલ ૬૫૧ યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે. ચીન ૭૨ યુનિકોર્ન સાથે બીજા ક્રમે છે.

યુરોપિયન યુનિયનમાં ૧૦૦ યુનિકોર્ન છે જ્યારે ભારતમાં તેમની સંખ્યા ૭૦ છે. યુકેમાં ૪૯, જર્મનીમાં ૨૯, ફ્રાન્સમાં ૨૫, ઇઝરાયેલમાં ૨૩, કેનેડામાં ૨૦ અને બ્રાઝિલમાં ૧૬ યુનિકોર્ન છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં એક પણ યુનિકોર્ન નથી.

LEAVE A REPLY