April 17, 2024. REUTERS/Amr Alfiky

UAE ખાતેના ભારતીય દૂતાવાસે દુબઈમાં અભૂતપૂર્વ વરસાદ પછી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી દુબઇની મુસાફરીની યોજનાની ફેરવિચારણા કરવા માટે ભારતીય નાગરિકોને શુક્રવારે સલાહ આપી હતી. દૂતાવાસે ખાસ કરીને બિનજરૂરી મુસાફરીને રિશિડ્યુલ્ડ કરવાની સલાહ આપી છે. બીજી તરફ મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે એર ઇન્ડિયાએ તેલ અવીવથી તેની ફ્લાઈટ્સ 30 એપ્રિલ સુધી સ્થગિત કરવાની પણ શુક્રવારે જાહેરાત કરી હતી.

એર ઈન્ડિયાએ આ ગલ્ફ સિટીના એરપોર્ટ પર સતત ઓપરેશનલ વિક્ષેપોને કારણે દુબઈ જતી અને ત્યાંથી ઉપડતી ફ્લાઈટ્સ કેન્સલ કરવાની જાહેરાત કરી હતી. કંપની 21 એપ્રિલ સુધી મુસાફરી માટે ફ્લાઇટ બુક કરાવી છે તેમને રિશેડ્યુલિંગની ફી માફ કરશે અને ટિકિટ રદ કરવાના કિસ્સામાં સંપૂર્ણ રિફંડ આપશે.

સંયુક્ત આરબ અમીરાત આ અઠવાડિયે આવેલા અભૂતપૂર્વ વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિમાંથી રિકવર થવાનો પ્રયાસ કરી રહ્યું છે. વરસાદને કારણે દુબઇ અને તેની આસપાસના વિસ્તારમાં ભયાનક પૂર આવ્યું હતું.

એડવાઈઝરીમાં એમ્બેસીએ જણાવ્યું હતું કે UAE સત્તાવાળાઓ સ્થિતિને સામાન્ય બનાવવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે, ત્યારે એરપોર્ટ સત્તાવાળાઓએ સલાહ આપી છે કે મુસાફરો પ્રસ્થાનની તારીખ અને સમય અંગે સંબંધિત એરલાઈન્સ તરફથી અંતિમ પુષ્ટિ “પછી જ” એરપોર્ટ પર મુસાફરી કરી શકે છે. દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે અસ્થાયી રૂપે ઇનબાઉન્ડ ફ્લાઇટ્સની સંખ્યા મર્યાદિત કરી છે. દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ આગામી 24 કલાસમાં તેની કામગીરીને રાબેતા મુજબની કરવાની આશા રાખી રહ્યું છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય નાગરિકોને મદદ કરવા માટે દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો કાર્યરત કર્યા છે.

 

LEAVE A REPLY