રવિવારે કોમનવેલ્થ ગેમ્સની મહિલા ટી-20 ક્રિકેટના મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને આઠ વિકેટે હરાવી સ્પર્ધાના પોઈન્ટ્સ ટેબલમાં ખાતું ખોલાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા સામે પરાજય પછી ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને ફક્ત 99 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. એ પછી ભારતે ફક્ત 11.2 ઓવર્સમાં બે વિકેટે 102 રન કરી પ્રભાવશાળી વિજય હાંસલ કર્યો હતો. ભારત તરફથી સ્નેહ રાણા અને રાધા યાદવે ૨-૨ વિકેટ ઝડપી હતી. જવાબમાં સ્મૃતિ મંધાનાના ૪૨ બોલમાં અણનમ ૬૩ રન સાથે ભારતે ટાર્ગેટ હાંસલ કર્યો હતો. ભારતે શેફાલી (૧૬) એસ. મેઘના (૧૪)ની વિકેટ સસ્તામાં ગુમાવી હતી, પણ સ્મૃતિના ૮ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૬૩ રન ટીમને વિજયની મંઝિલે પહોંચાડવામાં મુખ્ય રહ્યા હતા.