ભારતીય મહિલા હોકી ટીમે ગયા સપ્તાહે બિહારમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ચીનને 1-0થી હરાવી ઈતિહાસ સર્જ્યો હતો. આ રીતે, ભારતે તેનો તાજ જાળવી રાખ્યો હતો અને સમગ્ર ટુર્નામેન્ટમાં એકપણ મેચ નહીં હારીને એક રેકોર્ડ કર્યો હતો.
બંને ટીમો શાનદાર દેખાવ કરી ફાઇનલમાં પહોંચી હતી. ચીનની ટીમ ફક્ત એક મેચમાં પરાજય પછી ફાઈનલમાં આવી હતી.
