ભારતીય મહિલા હોકી ટીમે સ્ટ્રાઇકર નવનીત કૌરનાં બે ગોલની મદદથી પાંચ મેચની ટૂરની છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-0 થી હરાવી દીધુ છે. નવનીતે 45 મી અને 58 મી મિનિટમાં જ્યારે શર્મિલાએ 54 મી મિનિટમાં ગોલ કર્યા. પહેલા બે ક્વાર્ટર્સમાં કોઈ પણ ટીમ ગોલ કરી શકી નહોતી.
નવનીતે 45 મી મિનિટમાં ગોલ કરીને ખાતું ખોલાવ્યું. ત્યારબાદ શર્મિલાએ 54 મી મિનિટમાં ભારતનો બીજો ગોલ કરી લીડ બનાવી. અંતિમ સીટી વાગ્યાનાં બે મિનિટ પહેલા નવનીતે ગોલ કર્યો હતો. ભારતે આ પ્રવાસની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડની ડેવલપમેન્ટ ટીમને 4-0 થી હરાવી હતી. આ પછી, સિનિયર ટીમને 1-2, 0-1 થી હારનો સામનો કરવો પડ્યો. ચોથી મેચમાં ભારતે બ્રિટનને 1-0 થી હરાવ્યુ હતુ.
ભારતનાં મુખ્ય કોચ શોર્ડ મારિને કહ્યું, મને ખુશી છે કે અમે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ગોલ કર્યા. આ પ્રવાસ દ્વારા અમને ખૂબ સારી રીતે ખબર પડી કે ક્યા સુધારો કરવાની જરૂર છે. અમારે હોકીમાં હજુ થોડી ઝડપની જરૂર છે. “તેમણે કહ્યું,” કેટલીક વખત ખેલાડીઓ લાંબા સમય સુધી બોલને ફરાવતા રહે છે જેનાથી ટીમ પર દબાણ વધી જાય છે, અમારે પાસ આવવામાં ઝડપ કરવી પડશે.”
કોચે કહ્યુ કે, ‘ડિફેન્સને થોડો વધુ સંયમ રાખવાની જરૂર છે. અમે નાના બ્રેક બાદ ચાર અઢવાડિયાનાં શિબિરમાં ભાર લઇશું. આ ખાસ બાબતો પર તે શિબિરમાં કામ કરવામાં આવશે.’ આપને જણાવી દઇએ કે, ભારતીય ટીમ 7 ફેબ્રુઆરીએ સ્વદેશ પરત આવશે.
