શાકાહારી વાનગીઓ લાંબા સમયથી ભારતીય ભોજનનું મુખ્ય લાક્ષણીકતા રહી છે, અને ઘણી વાનગીઓ તો કુદરતી રીતે શુધ્ધ શાકાહારી રહી છે. સમૃદ્ધ સુગંધિત ચટણીઓ, વિવિધ દાળ, કઠોળ અને વટાણા અને મસાલાની અવિશ્વસનીય શ્રેણી સાથે બનાવાયેલા વાઇબ્રન્ટ શાકભાજી આપણાં શરીરને ગરમ કરવા અને તન-મનને તૃપ્ત કરવા માટેની અદભૂત વાનગીઓ છે.

વિખ્યાત લેખીકા મૃદુલા બાલજેકરે આખા ભારતભરમાંથી ખૂબ જ શ્રેષ્ઠ શુધ્ધ શાકાહારી વાનગીઓ અને ડીશીઝનું આલેખન ઇન્ડિયન વીગન એન્ડ વેજિટેરિયન પુસ્તકમાં કર્યું છે. રંગબેંગી તસવીરો અને વાનગીઓને બનાવવાની રેસીપી જોઇને તમારા મોઢામાં પાણી આવી જાય છે. આખા પુસ્તકમાં મસૂરને સરસવથી જીરું સાથે તડકો આપવાથી લઇને મસાલેદાર માખણ વડે સાંતળવા સુધીની અવનવી રેસીપીનો સમાવેશ આ પુસ્તકમાં કરાયો છે. કમળના મૂળ, નાળિયેર અને જંગલી અંજીરથી બનેલા કબાબ; મસાલેદાર યામ ફિંગર્સ, કાચા કેળાની કરી; સ્ટફ્ડ શાકભાજી અને પરાઠા, રોટી, નાન-બ્રેડ, પુલાવ, ભજીયા, સમોસા અને ચટણીઓનો રસાસ્વાદ આ પુસ્તકમાં કરાવાયો છે.

આ પુસ્તકમાં ભારતના વિવિધ પ્રાંતો અને પ્રદેશમાં બનતી વાનગીઓને જૂથબદ્ધ રીતે રસોઇકળાના ઇતિહાસ, રસોઇમાં વપરાતા મરી-મસાલા અને સાધનસામગ્રી, વાસણો અને રસોઈની ટેક્નીક્સનું માર્ગદર્શન અને વિવિધ પ્લાન્ટ બેઝ્ડ ખાદ્યસામગ્રી અંગેની વિસ્તૃત માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સૌથી વધુ વંચાતા લેખક મૃદુલા બાલજેકરે ભારતીય રસોઈ પર ઘણા પુસ્તકો લખ્યા છે. તેમના પ્રથમ પુસ્તક, ધ કમ્પલીટ ઇન્ડિયન કુકબુકની  250,000થી વધુ નકલો વેચાઇ છે. વિવિધ પ્રકાશનોમાં નિયમિત કોલમ પ્રસિધ્ધ થાય છે. તેઓ ફૂડ કન્સલ્ટન્ટ છે અને ટ્રેડ -કન્ઝ્યુમર ફૂડ શોમાં નિયમિત પ્રસ્તુતી કરે છે. તેઓ પોતાનો ઘણો સમય પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને વાનગીઓની રચના કરવા માટે વિતાવે છે. તેઓ ટેલિવિઝન પર પોતાના કાર્યક્રમ “મૃદુલા’ઝ ઇન્ડિયન કિચન”ના પ્રસ્તુતકર્તા ને ગેસ્ટ શેફ તરીકે પણ જોવા મળે છે. તેમણે તાજેતરમાં પોતાના મસાલાની ‘મૃદુલા બાલજેકર’સ ઓથેન્ટીક રેન્જ’ શરૂ કરી છે.

Publisher: Anness Publishing

Language ‏ : ‎English

ISBN: 9780754835134

Number of pages: 384

Dimensions: 267 x 205 mm

 

લીક્સ સાથે બેલ પેપર, ચીલ્લી અને ગ્રામ ફ્લાવર

ઝુંકો

પરંપરાગત રીતે, આ રેસીપીમાં, કાતરેલી ડુંગળીનો મોટો જથ્થો મસાલા અને મરચાં સાથે શેકવામાં આવે છે, અને છેલ્લે તેમાંથી છૂટેલા તમામ રસાને ચૂસી લેવા માટે બેસનનો લોટ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણને જ્યાં સુધી ચણાનો લોટ તેની નટી, ટોસ્ટેડ સુગંધ ન છોડે ત્યાં સુધી સ્ટર-ફ્રાય કરવામાં આવે છે. અહિં મૃદુલાએ મજેદાર સુગંધ માટે ડુંગળીને બદલે લીક્સનો ઉપયોગ કર્યો છે, જોકે આ રેસીપીમાં બંને ખૂબ સારી રીતે કામ કરે છે.

4 લોકો માટે

60 મિલી/4 ચમચી વેજીટેબલ તેલ

2.5 મિલી / અડધી ચમચી કાળા રાઇના દાણા

5 મિલી / 1 ચમચી જીરું

450g / 1 પાઉન્ડ બારીક કાતરેલી યંગ લીક્સ અથવા ડુંગળી

1 નાની રેડ બેલ પેપર, 2.5 સેમી લાંબી સ્ટ્રીપ્સમાં કાપવા

2.5 મિલી / અડધી ચમચી હળદર પાઉડર

2.5 મિલી / ½ ચમચી મરચું પાઉડર

2.5 મિલી /½ ટીસ્પૂન મીઠું, અથવા સ્વાદ અનુસાર

50 ગ્રામ / 2 આઉન્સ ચાળેલો ચણાનો લોટ (બેસન)

મધ્યમ તાપ પર હેવી પેનમાં તેલ ગરમ કરો. જ્યારે તેલમાંથી ધુમાડા નીકળે એટલે રાઇના દાણાં નાંખો અને તે તતડે પછી તેમાં જીરું નાખો. તે પછી તેમાં કાપેલી લીક્સ, રેડ પેપર, હળદર, મરચું પાઉડર અને મીઠું ઉમેરો. તે પછી ગેસ થોડો વધારો અને શાકભાજીને 4-5 મિનિટ માટે હલાવો.

તે પછી પેનની સામગ્રી પર ચણાનો લોટ ભભરાવો અને વધુ એક-દોઢ મિનિટ માટે તેને હલાવો. તાપના કારણે ચણાનો લોટ તેની નટી, ટોસ્ટેડ સુગંધ છોડે એટલે તેને તાપ પરથી ઉતારીને ગરમા ગરમ પીરસો.