આરોગ્ય અધિકારીઓએ જાહેરાત કરી છે કે ભારતનો નવો કોવિડ વેરિયંટ યુકેમાં મળી આવ્યો છે અને 14મી એપ્રિલ સુધીમાં આ વેરિયન્ટના કુલ 77 પુષ્ટિ થયેલા કેસોની ઓળખ કરવામાં આવી છે. સિત્તેર કેસ ઇંગ્લેન્ડમાં અને ચાર કેસ વેલ્સમાં મળી આવ્યા છે. યુકેમાં વ્યાપેલા છ અન્ય વેરિયંટ સાથે ભારતનો વેરિયંટને તપાસ હેઠળ છે. ભારતના B.1.617 વેરિયન્ટને કેટલાક વૈજ્ઞાનિકો દ્વારા “ડબલ મ્યુટન્ટ” તરીકે વર્ણવવામાં આવ્યો છે.
સાઉથ આફ્રિકન અને બ્રાઝિલના વેરિયંટ સહિત કુલ ચાર વેરિયંટ સૌથી વધુ ચિંતાજનક છે. ભારતીય વેરિયંટનું નામ B.1.617 આપવામાં આવ્યું છે અને તે યુકેમાં કેવી રીતે પ્રવેશ્યો તેની કોઈ વિગતો આપવામાં આવી નથી. બ્રિટનના લોકોને આવા વિવિધ વેરિયંટ્સને કારણે હાલમાં જરૂરી કારણો સિવાય વિદેશની મુસાફરી કરવાની મંજૂરી નથી. જો કે ભારત રેડ લીસ્ટ દેશોની યાદી પર નથી, જ્યાંથી યુકે પરત ફરતા મુસાફરોને હોટલમાં કોવોરેન્ટાઇન થવું પડે છે.
1.4 બિલીયનની વસ્તી ધરાવતા ભારતમાં એક જ દિવસમાં 2 લાખ લોકોને ચેપ લાગી રહ્યો છે. ભારતમાં, અત્યાર સુધીમાં 114 મિલિયન લોકોને રસી મળી ચૂકી છે. તા. 15ના રોજ 3 મિલિયનથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયે વધુ 1,038ના મોતની જાહેરાત કરવા સાથે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે 170,000 પર પહોંચી છે.
તહેવારો, રાજકીય રેલીઓ અને લગ્નોમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવાના કારણે બીજુ મોજું ધીમુ થવાના કોઈ સંકેત નથી.