K.L. Rahul
(ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને સાઉથ આફ્રિકાના ટુંકા પ્રવાસે જવાની છે, જ્યાં બન્ને ટીમો વચ્ચે ત્રણ ટી-20, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમની ગયા સપ્તાહે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ટી-20 સીરીઝનું સુકાનીપદ સૂર્યકુમાર યાદવ, વન-ડે સીરીઝનું સુકાનીપદ કે. એલ. રાહુલને તથા ટેસ્ટ સીરીઝનું સુકાન રોહિત શર્માને સોંપાયું છે.

સંજું સેમસન અને યુઝવેન્દ્ર ચહલનો વન-ડે ટીમમાં સમાવેશ કરાયો છે, તો રજત પાટીદાર અને સાઈ સુદર્શનના નવા ચહેરાને પણ ટીમમાં સામેલ કરાયા છે. શુભમન ગીલ અને સૂર્યકુમાર યાદવની વન-ડે ટીમમાંથી બાદબાકી થઈ છે, તો ટેસ્ટમાં કે.એલ.રાહુલ અને ઈશાન કિશનને વિકેટકીપર તરીકે જવાબદારી સોંપાઈ છે. ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહને જ્યારે ટી-20માં રવિન્દ્ર જાડેજાને ઉપ-સુકાની બનાવાયા છે. ઋતુરાજ ગાયકવાડને ત્રણેય ફોર્મેટમાં સામેલ કરાયો છે.

ટેસ્ટ મેચ ટીમ: રોહિત શર્મા (સુકાની), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટ કીપર), કે. એલ. રાહુલ (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ (ઉપ-સુકાની) અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

વન-ડે ટીમઃ કે. એલ. રાહુલ (સુકાની) ઋતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રીંકુ સિંહ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટ કીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને દીપક ચાહર.

ટી-20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (સુકાની), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રીંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટ કીપર), જિતેશ શર્મા (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા (ઉપસુકાની), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને દીપક ચાહર.

LEAVE A REPLY