ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોમવારે (26) કરી હતી. ટીમ આઈપીએલ પુરી થયા પછી સીધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ચાર ટેસ્ટ મેચ તેમજ ત્રણ-ત્રણ ટી-20 અને વન-ડે પણ રમાશે. ટેસ્ટ ટીમમાં પાંચ ફાસ્ટ બોલર્સનો સમાવેશ કરાયો છે. ત્રણ સ્પિનર્સને પણ લેવાયા છે. ટી-20 ટીમમાં વરૂણ ચક્રવર્તીને પ્રથમવાર તક અપાઈ છે. મુંબઈનો બેટ્સમેન, વાઈસ કેપ્ટન રોહિત શર્મા તેમજ ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત હોવાથી તેમની પસંદગી કરાઈ નથી. આઈપીએલમાં શાનદાર દેખાવ બદલ મોહમ્મદ સિરાજને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો છે. આ સિવાય જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની ફાસ્ટ બોલિંગનો મોરચો સંભાળશે.
ટેસ્ટ સીરીઝ માટેની ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કે. એલ. રાહુલ, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે,
હનુમા વિહારી, શુભમાન ગિલ, રિદ્ધિમાન સાહા, રીષભ પંત, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજ.
વન-ડે ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમાન ગિલ, કે. એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.
ટી-20 ટીમઃ વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, મયંક અગ્રવાલ, કે. એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, વરૂણ ચક્રવર્તી.