Father-in-law who attacked son-in-law gets 8 years imprisonment
(Photo Illustration by Ian WaldieGetty Images)

ઓસ્ટ્રેલિયામાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈ દરમિયાન ભારતના 22 વર્ષીય એમટેક વિદ્યાર્થીની કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરાઈ હતી. મેલબોર્નમાં સ્થાનિક સમય અનુસાર શનિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં વધુ એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો, એમ મૃતકના કાકાએ ચંડીગઢમાં સોમવારે જણાવ્યું હતું. પરિવારને રવિવારે વહેલી સવારે આ ઘટનાની જાણકારી મળી હતી.

મૃતકના કાકા યશવીરના જણાવ્યા મુજબ ભાડાના મુદ્દે કેટલાંક ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદમાં દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરતી વખતે નવજીત સંધુ પર અન્ય વિદ્યાર્થીએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. નવજીત પાસે કાર હતી, તેથી તેના ભારતીય વિદ્યાર્થી મિત્રે ઘરનો સામાન લેવા માટે તેને સાથે આવવા માટે કહ્યું હતું. મિત્ર ઘરમાં ગયો, ત્યારે નવજીતે બૂમો સાંભળી અને જોયું કે ત્યાં ઝપાઝપી થઈ રહી છે. નવજીતે લડવાનું બંધ કરવા કહ્યું હતું. તે સમયે તેના પર  છરી વડે જીવલેણ હુમલો કરાયો હતો.

તેમણે જણાવ્યું હતું કે નવજીતની જેમ કથિત આરોપી પણ કરનાલનો છે. આ ઘટનાથી પરિવાર આઘાતમાં છે. નવજીત એક તેજસ્વી વિદ્યાર્થી હતો અને જુલાઈમાં વેકેશન દરમિયાન ભારત આવવાનો હતો. નવજીત દોઢ વર્ષ પહેલા સ્ટડી વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો અને તેના ખેડૂત પિતા શિક્ષણના પૈસાની વ્યવસ્થા કરવા માટે દોઢ એકર જમીન વેચી હતી. અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે શક્ય તેટલી વહેલી તકે મૃતદેહ લાવવામાં મદદ કરે.

LEAVE A REPLY