(ANI Photo)

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આ મહિને ભારતના પ્રવાસે આવી રહી છે અને તે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમવાની છે. આ સીરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમ ગયા સપ્તાહે જાહેર કરવામાં આવી હતી.

આ ટીમમાં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે વર્લ્ડ કપના પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજી ઈજાગ્રસ્ત હોવાના પગલે તેનો સમાવેશ નથી કરાયો, તો ટીમમાં ચાર સ્પેશિયાલિસ્ટ સ્પિનર્સને તક અપાઈ છે. વિકેટ કીપર તરીકે ઈશાન કિશાનને થોડો સમય તક અપાયા પછી આ ટીમને તેને સ્થાન નથી, તો ચેતેશ્વર પુજારા માટે આશાઓ જાગી હોવા છતાં તેને પણ તક નથી અપાઈ. રોહિત શર્મા સુકાની અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઉપસુકાની રહેશે.

ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે. એલ રાહુલ, કે.એસ. ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ અને આવેશ ખાન.

LEAVE A REPLY