ચેતેશ્વર પૂજારા (ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમ આગામી જુલાઈ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જ્યાં તે બે ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે તેમજ પાંચ ટી-20 મેચની સીરીઝ રમવાની છે. આ સીરીઝની છેલ્લી બે ટી-20 અમેરિકાના ફલોરિડામાં રમાશે. સીરીઝની ટેસ્ટ તેમજ વન-ડે માટેની ભારતીય ટીમની જાહેરાત ગયા સપ્તાહે કરાઈ હતી. ટેસ્ટ ટીમમાંથી ચેતેશ્વર પુજારાને પડતો મુકાયો છે, તો ફાસ્ટ બોલર મોહમદ શામીને ટેસ્ટ તેમજ વન-ડે સીરીઝમાં આરામ અપાયો છે. સમગ્ર સીરીઝ માટે સુકાનીપદે રોહિત શર્મા રહેશે. ટેસ્ટ મેચ માટે અજિંક્ય રહાણેને તથા વન-ડે માટે હાર્દિક પંડ્યાને ઉપ સુકાનીપદ સોંપાયું છે. 

ટેસ્ટ ટીમમાં યશસ્વી જયસ્વાલ તથા ઋતુરાજ ગાયકવાડનો પહેલીવાર સમાવેશ કરાયો છે, તો બોલર્સમાં નવદીપ સૈની તથા મુકેશ કુમારને પણ તક અપાઈ છે. ઉમરાન મલિક અને સંજુ સેમસનની વન-ડે ટીમાં વાપસી થઈ છે. વન-ડે ટીમમાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર તેમજ ઋતુરાજ ગાયકવાડનો પણ ફરી સમાવેશ કરાયો છે. 

ખાસ કરીને ટેસ્ટ ટીમમાંથી પુજારાને પડતો મુકવાના પસંદગીકારોના નિર્ણયની ભૂતપૂર્વ ખેલાડીઓએ આકરી ટીકા કરતાં એવા સવાલો કર્યા હતા કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં લગભગ તમામ ભારતીય બેટર્સ નિષ્ફળ ગયા હતા, ત્યારે બલિનો બકરો એકમાત્ર પુજારાને શા માટે બનાવાયો છે

ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (સુકાની)શુભમન ગિલઋતુરાજ ગાયકવાડવિરાટ કોહલીયશસ્વી જયસ્વાલઅજિંક્ય રહાણે (ઉપસુકાની)કે. એસ. ભરત અને ઈશાન કિશન (વિકેટ કીપર્સ)આર. કે. અશ્વિનરવિન્દ્ર જાડેજાશાર્દુલ ઠાકુરઅક્ષર પટેલમોહમ્મદ સિરાજમુકેશ કુમારજયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.

વનડે ટીમઃ રોહિત શર્મા (સુકાની)શુભમન ગિલઋતુરાજ ગાયકવાડવિરાટ કોહલીસૂર્યકુમાર યાદવસંજુ સેમસન અને ઈશાન કિશન (વિકેટ કીપર્સ)હાર્દિક પંડ્યા (ઉપસુકાની)શાર્દુલ ઠાકુરરવિન્દ્ર જાડેજાઅક્ષર પટેલ. યુઝવેન્દ્ર ચહલકુલદીપ યાદવજયદેવ ઉનડકટમોહમ્મદ સિરાજઉમરાન મલિક અને મુકેશ કુમાર.

ભારતીય ટીમનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ 

મેચ                        તારીખ                    સ્થળ 

પ્રથમ ટેસ્ટ         12થી 16 જુલાઈ                 ડોમિનિકા

બીજી ટેસ્ટ          20થી 24 જુલાઈ                 પોર્ટ ઓફ સ્પેન

પ્રથમ વનડે        27 જુલાઈ                        બ્રિજટાઉન

બીજી વનડે         29 જુલાઈ                        બ્રિજટાઉન

ત્રીજી  વનડે        1 ઓગસ્ટ                        પોર્ટ ઓફ સ્પેન

પ્રથમ T20          3 ઓગસ્ટ                        પોર્ટ ઓફ સ્પેન

બીજી T20          6 ઓગસ્ટ                        ગયાના

ત્રીજી T20          8 ઓગસ્ટ                        ગયાના

ચોથી T20          12 ઓગસ્ટ                       ફ્લોરિડા (અમેરિકા)

પાંચમી T20        13 ઓગસ્ટ                       ફ્લોરિડા (અમેરિકા)       

LEAVE A REPLY