ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ દરમિયાન રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. હાર્દિક પંડ્યાને કેપ્ટન પદ સોંપવામાં આવ્યું હતું. સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સિનિયર ખેલાડીઓમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાને આરામ અપાયો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ ટીમનો ભાગ નથી.

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPL રમનાર 20 વર્ષીય લેફ્ટી બેટર તિલક વર્માને પ્રથમ વખત ભારતીય ટીમમાં તક મળી છે. બીજી તરફ IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સના ટોપ સ્કોરર રહેલા રિંકુ સિંહને ટીમમાં સ્થાન મળ્યું નથી. કેરળના વિકેટકીપર બેટર સંજુ સેમસને વન-ડે બાદ T20માં પણ પરત ફર્યો છે. સંજુ ભારત તરફથી છેલ્લે આ વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા સામે રમ્યો હતો.

ટેસ્ટ અને વન-ડે સિરીઝ બાદ 3 ઓગસ્ટથી ત્રિનિદાદમાં 5 મેચની T20 સિરીઝ શરૂ થશે. બીજી અને ત્રીજી T20 મેચ 6 અને 8 ઓગસ્ટે ગયાનામાં રમાશે. ચોથી અને પાંચમી T20 મેચ 12 અને 13 ઓગસ્ટે અમેરિકાના લોડર હિલમાં રમાશે. T20 સિરીઝની તમામ મેચ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.

ભારતની ટી-20 ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન અને મુકેશ કુમાર.

LEAVE A REPLY