વિશ્વ બેન્કે ગુરૂવારે જણાવ્યું હતું કે કોરોના મહામારી અને વૈશ્વિક આર્થિક મંદીના કારણે ચાલુ વર્ષે ભારતમાં રેમિટન્સ આશરે નવ ટકા ઘટીને 76 બિલિયન ડોલર થશે. વર્લ્ડ બેન્કના તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિદેશથી મોકલવામાં આવતા નાણા મામલે 2020માં ટોચના 5 દેશોમાં ભારત પછી ચીન, મેક્સિકો, ફિલિપાઈન્સ અને ઈજિપ્તનું સ્થાન જળવાઈ રહેશે. વિશ્વ ભરમાં કોવિડ-19 મહામારી અને આર્થિક સંકટ જારી રહેતા 2019ની તુલનામાં વિદેશોમાં કામ કરતા લોકો દ્વારા પોતાના વતનમાં ઘરે મોકલાતા નાણામાં 2021 સુધીમાં 14 ટકા ઘટાડો આવશે.