ભારતના પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુ સોમવારે વેસ્ટમિસ્ટર એબે ખાતે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. મહારાણીના અંતિમસંસ્કાર વખતે વિશ્વના 500થી વધુ નેતાઓ અને વિદેશી હસ્તીઓ હાજરી આપે તેવો અંદાજ છે. ભારતના વિદેશ મંત્રાલયે બુધવારે યુકેની ત્રણ દિવસની યાત્રાને પુષ્ટી આપી હતી. ભારતના પ્રેસિડન્ટ તરીકે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
મૂર્મુ 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન લંડનમાં યોજાનારી રાણીના અંતિમ સંસ્કારમાં ભારત સરકાર વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ભારતે એક દિવસ માટે રાજકીય શોક પણ જાહેર કર્યો હતો.
બ્રિટેનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. ભારતના પ્રેસડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ અને વડાપ્રધાને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને વિદેશ પ્રધાન એસ. જયશંકર 12 સપ્ટેમ્બરે બ્રિટિશ હાઈ કમિશનમાં જઇને રાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા.