ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ના ઉદઘાટન સમારોહ દરમિયાન અભિનેતા અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ(PTI Photo/R Senthilkumar)

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024નો શુક્રવાર, 22 માર્ચથી ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રંગારંગ પ્રારંભ થયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે પ્રથમ મેચ ચાલુ થઈ હતી. દર વર્ષે આઈપીએલનો શાનદાર સમારોહ સાથે પ્રારંભ થાય છે. આ વર્ષે પણ આવો જ સમારંભ યોજવામાં આવ્યો હતો.

અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે ચાહકો માટે ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. સંગીત ઉસ્તાદ એ.આર. રહેમાન અને જાણીતા ગાયક સોનુ નિગમે પણ કેટલાક મધુર અને દેશભક્તિના ગીતો દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું હતું. મોહિત ચૌહાણ, નીતિ મોહન અને અન્ય જેવા ગાયકોએ પણ ઓપનિંગ સેરેમની દરમિયાન સ્ટેજ પર એઆર રહેમાન સાથે જોડાયાં હતાં. ઓપરનિંગ સેરેમની પછી બંને ટીમોના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને રુતુરાજ ગાયકવાડે IPLના પદાધિકારીઓ સાથે પોઝ આપ્યો હતો.

આગામી લગભગ દોઢ મહિનામાં 74 મેચ રમાશે. ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ અચાનક જ કપ્તાની છોડીને ઋતુરાજ ગાયકવાડને આ જવાબદારી સોંપી દીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તેના ટાઇટલ ડિફેન્ડ કરવાના અભિયાનનો પ્રારંભ બેંગલોર સામેની મેચ સાથે કર્યો હતો.

આ તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ છે જે હજી સુધી ક્યારેય આ લીગ જીતી શકી નથી જયારે બીજી તરફ ચેન્નાઈની ટીમ છે, જે મુંબઈ ઇન્ડિયન્સની માફક પાંચ ટાઇટલ જીતીને મોખરે છે.

મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિની સતત ચાલતી આવતી અટકળો, વિરાટ કોહલીની લાંબી અને સફળ કારકિર્દી, ગંભીર અક્સ્માત બાદ ક્રિકેટમાં પરત ફરી રહેલા રિશભ પંત અને કપ્તાનીના બોજને એક તરફ રાખીને હળવાશ અનુભવી રહેલો રોહિત શર્મા એમ આ તમામ ખેલાડી ઉપરાંત ભારતના પ્રતિભાવંત અને યુવાન ખેલાડીઓ અને વિદેશી ધુરંધરોનું આકર્ષણ ધરાવતી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વખતે પણ અગાઉ જેવા રોમાંચની જ અપેક્ષા

ગઈ સિઝનમાં રિન્કુ સિંઘે અમદાવાદ ખાતેની મેચમાં છેલ્લા પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારી હતી અને મેચનું પાસું કોલકાતા નાઇટ રાઇડર્સના પક્ષમાં લાવી દીધું હતું. આજે સ્થિતિ એ છે કે આ સિઝનમાં રિન્કુનું પ્રદર્શન તેને ટી20 વર્લ્ડ કપની ટિકિટ અપાવી શકે તેમ છે. મે મહિનાના અંત સુધી રમાનારી આઇપીએલમાંથી જ ટી20 વર્લ્ડ કપમાં કોને તક મળી શકે તેમ છે તેનો નિર્ણય લેવાઈ જશે.

LEAVE A REPLY