ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર સવારે ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટ શવકત મિર્ઝીયોયેવના નિમંત્રણ પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના દેશોના વડાઓની પરિષદની 22મી બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે પહોંચ્યા હતા.
સમરકંદ એરપોર્ટ પર વડાપ્રધાનનું ઉઝબેકિસ્તાનના વડાપ્રધાન અબ્દુલ્લા અરિપોવ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. શનિવારે સવારે વડાપ્રધાન SCO સમિટમાં ભાગ લેશે અને ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટ અને સમિટમાં ભાગ લેનારા કેટલાક અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.