ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસની ભૂતાન મુલાકાત દરમિયાન થિમ્પુમાં વડાપ્રધાન ટોબગે શેરિંગ સાથે મુલાકાત કરી હતી. ટોબગેએ તેમના સન્માનમાં લંચ આયોજિત કર્યુ હતું. પારોથી થિમ્પુ સુધીના પ્રવાસ દરમિયાન લોકોએ વડાપ્રધાન મોદીનું અભિવાદન કરતાં તેમણે વડાપ્રધાન ટોબગેનો ઉષ્માભર્યા જાહેર સ્વાગત માટે આભાર માન્યો હતો. બંને નેતાઓએ બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી અને પુનઃપ્રાપ્ય ઊર્જા, કૃષિ, યુવા વિનિમય, પર્યાવરણ અને વનસંવર્ધન અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ વધારવા માટે સમજૂતી કરી હતી. ભારત અને ભૂતાન તમામ સ્તરે અત્યંત વિશ્વાસ, સદભાવના અને પરસ્પર સમજણ દ્વારા વર્ગીકૃત થયેલ લાંબા સમયથી અને અસાધારણ સંબંધોને મહત્ત્વ આપે છે. આ બેઠક અંગાઉ બંને વડાપ્રધાનોએ ઊર્જા, વેપાર, ડિજિટલ કનેક્ટિવિટી, અવકાશ, કૃષિ, યુવા જોડાણ સહિતના ક્ષેત્રોમાં સમજૂતી કરાર કર્યા હતા.

LEAVE A REPLY