(ANI Photo)

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC) યુકે ચેપ્ટરના સભ્યોએ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે માનહાનિના કેસમાં બે વર્ષની સજા બાદ લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કરવામાં આવેલી સજા સામે “ડરો મત” અને “ભારતીય લોકશાહી જોખમમાં” લખેલા પ્લેકાર્ડ સાથે એકતા પ્રદર્શનનું આયોજન કરાયું હતું.

આઈઓસીના પ્રમુખ કમલ ધાલીવાલે રાહુલ ગાંધીની પ્રશંસા કરી દરેકને યાદ રાખવા આહ્વાન કર્યું હતું કે ‘’ભારતની લોકશાહીને બચાવવાની તેમની લડાઈ એ તમામ ભારતીયોની સ્વતંત્રતાના રક્ષણ માટેની લડાઈ હતી. એક લડાઈ જેનું નેતૃત્વ જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધીએ કર્યું હતું અને આજે પણ ચાલુ છે.’’

IOC યુકેના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ગુરમિન્દર રંધાવા અને પ્રવક્તા સુધાકર ગૌડે “ડરો મત”ના સંદેશને પુનરાવર્તિત કર્યો હતો.

LEAVE A REPLY