BJP leader shot dead in public in Vapi
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ફિલાડેલ્ફિયામાં રવિવાર, 28મેએ ભારતીય મૂળના 21 વર્ષના વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરાઈ હતી. મૃતકની ઓળખ જુડ ચાકો તરીકે થઈ હતી. તે એક વિદ્યાર્થી હતો અને પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. લૂંટના પ્રયાસ દરમિયાન બે શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો.

મૃતકના માતા-પિતા લગભગ 30 વર્ષ પહેલા કેરળના કોલ્લમ જિલ્લામાંથી યુએસ સ્થળાંતરિત થયા હતા. અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીને નિશાન બનાવીને તેની હત્યા કરવામાં આવી હોય તેવી આ વર્ષે બીજી ઘટના છે.

અગાઉ આંધ્ર પ્રદેશના 24 વર્ષીય વિદ્યાર્થીની 21 એપ્રિલ, 2023 ના રોજ યુ.એસ.માં ઇંધણ સ્ટેશન પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ સાયશ વીરા તરીકે થઈ હતી, જે ઓહાયોના પેટ્રોલ સ્ટેશન પર કામ કરતો હતો.

LEAVE A REPLY