હ્યુસ્ટનની મહિલા ફાર્માસિસ્ટને હેલ્થ કેરમાં ઉચાપતનું ષડયંત્ર રચવા બદલ જેલ સજા ફટકારવામાં આવી છે. ખ્યાતી ઉંડાવિયા નામની આ મહિલા ગત વર્ષે 12 ઓક્ટોબરે કમ્પાઉન્ડિંગ ક્રીમ સ્કીમમાં ઉચાપત કરવા બદલ દોષિત ઠરી હતી. યુએસ ડિસ્ટ્રીક્ટ જજ હેનેને ઉંડાવિયાને 27 મહિનાની જેલ સજાની સાથે સાથે ત્રણ વર્ષની નિરીક્ષણ હેઠળ મુક્તિની સજા ફટકારી હતી. કોર્ટે સજા ફટકારતી વખતે ખ્યાતીએ ચૂકવેલ 12 મિલિયન ડોલરના વળતરને ધ્યાનમાં લીધું હતું.
આ કાર્યવાહી દરમિયાન પોતે ખોટા દાવા કર્યા હોવાનું ખ્યાતી ઉંડાવીયાએ સ્વીકારી લીધું હતું. તે એક પ્રોફેશનલ ફાર્માસિસ્ટ છે અને મેમોરિયલ ફાર્મસીનું સંચાલન કરે છે.
ડિસેમ્બર 2012થી ડિસેમ્બર 2018 દરમિયાન ઉંડાવીયાએ અંદાજે 22 મિલિયન ડોલર ઉચાપત કરીને મેળવ્યા હતા.
ઉંડાવિયાને બોન્ડ પર રહેવાની અને નજીકના ભવિષ્યમાં નક્કી કરવામાં આવનાર યુએસ બ્યુરો ઓફ પ્રિઝનની સુવિધાને સ્વેચ્છાએ સરન્ડર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
ડીફેન્સ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેટિવ સર્વીસીઝ, DOL – ઓફિસ ઓફ ઇન્સ્પેક્ટર જનરલ (OIG), USOS-OIG, વેટરન્સ અફેર્સ – OIG અને FBI એ આ કેસમાં તપાસ હાથ ધરી હતી. આસિસ્ટન્ટ યુએસ એટર્ની ટીના અન્સારીએ કેસની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY