સિંગાપોરના ફૂટબોલ એસોસિએશનના ભારતીય મૂળના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ 55 સપ્તાહની જેલની સજા ફટકારવામાં આવી હતી. એક મીડિયા રીપોર્ટમાં જણાવ્યા મુજબ, તેણે સંસ્થા માટે કેટલીક વસ્તુઓ ખરીદવાનો કોન્ટ્રાક્ટ્સ પોતાની અથવા પોતાની પત્ની સાથે સંકળાયેલી કંપનીઓને આપ્યો હતો.

ધ સ્ટ્રેઇટ્સ ટાઇમ્સના રીપોર્ટ મુજબ, ફૂટબોલ એસોસિએશન ઓફ સિંગાપોર (FAS)ના ડેપ્યુટી ડાયરેક્ટર રિક્રમ જીત સિંઘ રણધીર સિંઘે 456,000 ડોલર ચૂકવવા માટે એસોસિએશનને ગેરમાર્ગે દોર્યું હતું, જેમાંથી તેણે અને તેની પત્ની, અસ્યા કિરીન કેમ્સે 82,121 ડોલરનો નફો કર્યો હતો.

કોર્ટની કાર્યવાહીમાં જણાવ્યા મુજબ, ધ કરપ્ટ પ્રેક્ટિસીઝ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ નફાના આ નાણા જપ્ત કર્યા હતા, અને તેને એસોસિએશનને પરત કરવામાં આવશે. 43 વર્ષીય રિક્રમે 3થી 15 જાન્યુઆરીના રોજ છેતરપિંડીનો આરોપો સ્વીકાર્યા હતા. સજા દરમિયાન અન્ય 30 આરોપો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

LEAVE A REPLY