threatening professors in Detroit
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતીય મૂળના વ્યક્તિ અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસનના ભૂતપૂર્વ સ્નાતકની પ્રોફેસરો સહિત નવ સભ્યોને ધમકી આપવા બદલ ડેટ્રોઇટમાં ધરપકડ કરાઈ હતી. ફેડરલ એજન્ટોએ શુક્રવારે ડેટ્રોઇટ મેટ્રોપોલિટન એરપોર્ટ પર અરવિન રાજ માથુરની ધરપકડ કરી હતી અને તેને અસ્થાયી રૂપે બોન્ડ વિના રાખવામાં આવ્યો હતો,

ડેટ્રોઇટ ન્યૂઝના રીપોર્ટમાં જણાવાયું હતું કે માથુર રવિવારે મિશિગનની સેન્ટ ક્લેર કાઉન્ટી જેલમાં હતો. તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટના દસ્તાવેજ મુજબ માથુરે અમેરિકા બહારથી વિસ્કોસિનના નવ લોકોને ઇ-મેઇલ ધમકી આપી હતી. માથુર માનવશાસ્ત્ર વિભાગનો ભૂતપૂર્વ સ્નાતક વિદ્યાર્થી છે. માનવશાસ્ત્રના પ્રોફેસરને કરેલા ઇ-મેઇલમાં આરોપીએ ધમકી આપી હતી. હું તમારા બાળકોની હત્યા કરીશ અને તેમનું માંસ બર્ગર મીટમાં છુપાવી દઈશે.

આરોપીએ વિસ્કોન્સિન કૉલેજના માનવશાસ્ત્ર વિભાગના સહાયક પ્રોફેસરને એવી સબજેક્ટ લાઇન સાથે ઇ-મેઇલ કર્યો હતો કે “અમે તમારી દીકરીઓને મારી નાખવા જઈ રહ્યા છીએ.” તે વ્યક્તિએ અધિકારીઓને કહ્યું કે “તેને ઈમેલ ચિંતાજનક  લાગ્યો અને તે તેના પરિવારની સુરક્ષા સામે ખતરો લાગ્યો હતો.

 

 

LEAVE A REPLY