Indian-origin data analyst killed after being hit by a bus at Boston airport
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બોસ્ટનના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બસની ટક્કરથી 47 વર્ષીય ઇન્ડિયન-અમેરિકન ડેટા એનાલિસ્ટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, તેઓ મિત્રને લેવા માટે એરપોર્ટ ગયા હતા. મૂળ આંધ્રપ્રદેશના વિશ્વચંદ કોલ્લા ટાકેડા ફાર્માસ્યુટિકલ કંપનીના કર્મચારી હતા.

28 માર્ચે આ ઘટના બની હતી. તેઓ સંગીતકારને લેવા માટે બોસ્ટનના લોગાન ઈન્ટરનેશનલ એરપોર્ટ આવ્યા હતા. મેસેચ્યુસેટ્સ સ્ટેટ પોલીસે જણાવ્યું હતું કે કોલા સાંજે 5 વાગ્યાની આસપાસ મિત્રને લેવા માટે ટર્મિનલ બીના લોઅર લેવલ પર હતા ત્યારે બસે ટક્કર મારી હતી. કોલ્લા એક્યુરા એસયુવીના ડ્રાઇવલ સાઇડે ઊભા હતા ત્યારે ડાર્ટમાથ ટ્રાન્સપોર્ટેશન મોટર કોચ અથડાયો હતો. એક ઓફ-ડ્યુટી નર્સ કોલ્લાને મદદ કરવા દોડી ગઈ હતી, પરંતુ તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

એક નિવેદનમાં ડાર્ટમાઉથ કોચે કહ્યું, “લોગાન એરપોર્ટ પર આ સાંજની ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે અમારી ઊંડી સહાનુભૂતિ છે. અમે વધુ માહિતી એકત્ર કરવા માટે મેસેચ્યુસેટ્સ સ્ટેટ પોલીસ અને માસપોર્ટ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.” કોલ્લા ટાકેડા કંપનીના ગ્લોબલ ઓન્કોલોજી વિભાગમાં કામ કરતા હતા.

LEAVE A REPLY