નૌસેનાના “ઓપરેશન સમુદ્ર સેતુ” અંતર્ગત શ્રીલંકાથી 685 ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટે કોલંબોથી રવાના થયેલું જહાજ ‘જલશ્વ’ 02 જૂને ટુટીકોરીન બંદરે પહોંચ્યું હતું. શ્રીલંકામાં આવેલા ભારતીય મિશનેતમામ ભારતીયોને જહાજમાં
પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જરૂરી તબીબી સ્ક્રિનિંગ કર્યા પછી તમામ મુસાફરોને જહાજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સંપૂર્ણ દરિયાઇ મુસાફરી દરમિયાન કોરોના વાઇરસ સંબંધિત સલામતી પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.
જહાજમાં આવેલા તમામ ભારતીય નાગરિકો માટે ટુટીકોરિન ખાતે સ્થાનિક પ્રશાસકો દ્વારા કરવામાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી ઝડપથી તેમને જહાજમાં ઉતારવાની, તબીબી સ્ક્રીનિંગ અને ઇમિગ્રેશન તેમજ તેમના ગંતવ્ય સ્થળો સુધી પરિવહનની પ્રક્રિયા થઇ શકે.
વર્તમાન મહામારીના સમયમાં ભારતીય નૌસેના દ્વારા કુલ 2173 ભારતીયોને માલદીવ્સ (1488)
અને શ્રીલંકા (685)માંથી બચાવીને ભારતમાં લાવવામાં આવ્યા છે.