અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં 2020માં પત્નીની એક હોસ્પિટલના પાર્કિંગ લોટમાં ઘાતકી હત્યા કરવા બદલ ભારતીય મૂળના વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ફિલિપ મેથ્યુ નામના વ્યક્તિએ તેની પત્ની મેરિન જોયની હત્યા કરી હતી, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
26 વર્ષીય જોય 2020માં બ્રોવર્ડ હેલ્થ કોરલ સ્પ્રિંગ્સની નર્સ હતી. તેને છરીના 17 ઘા મારવામાં આવ્યાં હતા. પોલીસે જણાવ્યું હતું કે મેથ્યુએ તેની કારને અટકાવી હતી અને હુમલો કર્યો હતો. તેના મૃતદેહને ઢસેડ્યો હતો.
સ્ટેટ એટર્ની ઓફિસના પ્રવક્તા પૌલા મેકમોહોને જણાવ્યું હતું કે આજીવન કેદની નિશ્ચિત હોવાને કારણે અને પ્રતિવાદી અપીલ કરવાનો પોતાનો અધિકાર છોડી રહ્યો હોવાને કારણે મૃત્યુદંડને માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
