ભારતની ટેકનોલોજી કંપનીઓ 2021માં અમેરિકાના અર્થતંત્રમાં આશરે 198 બિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે, જે અમેરિકાના 20 રાજ્યોના સંયુક્ત અર્થતંત્રો કરતાં મૂલ્યના સંદર્ભમાં વધુ છે. ભારતની ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપનીઓએ અમેરિકામાં એકંદરે 1.6 મિલિયન જોબને સપોર્ટ કરી હતી, એમ ભારતના આઇટી ઇન્ડસ્ટ્રીના એસોસિયેશન નાસકોમ અને આઇએચએસ માર્કિટના તાજેતરના અભ્યાસમાં જણાવાયું છે.
નાસકોમના પ્રેસિડન્ટ દેબજાની ઘોષે જણાવ્યું હતું કે ભારતની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી સ્થાનિક રોકાણ, ઇવોનેશનને પ્રોત્સાહન અને લેબર ફોર્સ મારફત યુએસ ઇકોનોમીમાં મહત્ત્વનું યોગદાન આપે છે.
અભ્યાસમાં જણાવ્યા અનુસાર ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીએ ગયા વર્ષે અમેરિકાના અર્થતંત્રમાં સીધી રીતે 10-3 બિલિયન ડોલરનું પ્રદાન કર્યું હતું અને 207,000 લોકો માટે રોજગારીનું સર્જન કર્યું હતું.
ભારતીય આઇટી કંપનીઓ ૨૦૧૭ પછીથી અમેરિકામાં 22 ટકા વધુ લોકોને રોજગારી આપવામાં આવી છે. અમેરિકામાં ભારતીય ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીઝ પરંપરાગત ટેક હબ સ્ટેટની બહાર ટેલેન્ટ પૂલને વિસ્તારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતીય ટેક કંપનીઓ ફોર્ચ્યુન-૫૦૦ કંપનીઓ સામેલ ૭૫ ટકાથી વધારે કંપનીઓ સાથે કામગીરી કરે છે અને તેમાંથી મોટાભાગની કંપનીઓના હેડક્વાર્ટર યુએસમાં આવેલ છે.
અહેવાલમાં અનુસાર ભારતીય આઇટી ઇન્ડસ્ટ્રીઝ અમેરિકામાં નોંધપાત્ર મૂડીરોકાણ કર્યું છે. ભારતીય કંપનીઓ અમેરિકામાં રોજગારીનું પ્રમાણ અને ટેલેન્ટની નવી ટીમ ઉભી કરવા પ્રતિબદ્ધ છે. આ અહેવાલ મુજબ, ભારતીય ટેક્નોલોજી ઉદ્યોગની સીધી અસરથી અમેરિકાને અત્યાર સુધીમાં ૩૯૬ બિલિયન ડોલરનું વેચાણ હાંસલ કરવામાં મદદ મળી છે, તો બીજી બાજુ ૧.૬ મિલિયન નોકરીઓનું સર્જન થયું છે.